ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર કલાર્કની લેખીત પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લામાં અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન આવેલ હોય તેવા વિસ્તારમાં તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ સવારના ૦૯.૦૦ થી ૧૪.૦૦ કલાક સુધી ખોદકામ કરવા પ્રતિબંધ મુકવા તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/ અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટુથ ઈયર ફોન, કેમેરા, લેપટોપ, કેલ્કયુલેટર વિ. ઈલેકટ્રોનીક ગેઝેટ/ઉપકરણ તેમજ અન્ય અનાધિકૃત સાહિત્ય વિ. સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવા અંગે.